મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)  ભાજપના નેતા પંકજા મુંડે (Pankaja Munde) એ ફેસબુક દ્વારા બળવો પોકારવાના સંકેત આપ્યા છે. પંકજાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી પર 12 ડિસેમ્બરના રોજ તેમણે પોતાના સમર્થકોની એક બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી BJP)ના આ દિગ્ગજ મહિલા નેતા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું વિવાદિત નિવેદન, PM મોદી અને અમિત શાહને ગણાવ્યાં ઘૂસણખોર


પોતાની ફેસબુક પોસ્ટ પર પંકજાએ લખ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ સમર્થકોએ મને મળવા માટે અનેક ફોન અને સંદેશ મોકલ્યાં, પરંતુ રાજનીતિક સ્થિતિના કારણે હું તેમની સાથે વાત કરી શકી નહીં. 


પંકજા મુંડેએ લખ્યું કે "8થી 10 દિવસ બાદ હું તમને સમય આપવા જઈ રહી છું. આ આઠ થી દસ દિવસો માટે મને પોતાની સાથે વાતચીત કરવાનો સમય જોઈએ છે. આગળ શું કરવાનું છે? કયા રસ્તે જવાનું છે? અમે અમારા લોકોને શું આપી શકીએ છીએ? તમારી તાકાત શું છે? લોકો શું આશા રાખે છે? હું આ બધા પર વિચાર રીને 12 ડિસેમ્બરે તમારી પાસે આવીશ." તેમણે કહ્યું કે ચૂંટણી થઈ, પરિણામો પણ આવી ગયાં. ચૂંટણી બાદ રાજકીય ગતિવિધિઓ, કોર કમિટીની બેઠક, પાર્ટી મિટિંગ આ બધુ તમે લોકો જોઈ રહ્યાં હતાં. ચૂંટણીના પરિણામો બાદ મેં મીડિયા સામે જઈને હારની વાત પણ સ્વીકાર કરતા સમગ્ર જવાબદારી પોતે લીધી. બીજા દિવસે પાર્ટીની કોર કમિટીની બેઠકમાં પણ હાજર રહી હતી. 


વધુમાં લખ્યું કે 'પહેલા દેશ, ત્યારબાદ પાર્ટી અને છેલ્લે હું પોતે'. આ સંસ્કાર બાળપણથી છે. જનતા પ્રત્યે કર્તવ્યથી મોટું બીજુ કઈ નથી. આવું મુંડે સાહેબે બાળપણથી શીખવાડ્યું છે. પિતાના મોત બાદ ત્રીજા દિવસથી હું કામમાં લાગી હતી. 5 વર્ષ સત્તાના માધ્યમથી સેવા કરી, મને આ તક ફક્ત અને ફક્ત તમારા વિશ્વાસના કારણે મળી. 


Maharashtra : ઉદ્ધવ ઠાકરેએ પોતાની હિંદુત્વ વિચારધારા વિશે કરી મોટી સ્પષ્ટતા 


સોશિયલ મીડિયા પોસ્ટમાં પંકજાએ લખ્યું કે મારી પાસે કહેવા માટે ઘણું બધુ છે. મને વિશ્વાસ છે કે મારા તમામ સૈનિક રેલીમાં ભાગ લેશે. અત્રે જણાવવાનું કે પંકજા મુંડએ હાલમાં જ વિધાનસભા ચૂંટણી દરમિયાન પરલી વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી દાવેદારી કરી હતી. પંકજા મુંડેને તેમના જ પિતરાઈ ધનંજય મુંડેએ હરાવ્યાં હતાં. ધનંજય મુંડે એનસીપી નેતા છે. તેમણે પંકજાને 30 હજારથી વધુ મતોથી હરાવ્યાં હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube